40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લાયન્સ ક્લબ દ્વારા વડોદરા શહેર ગોત્રી વિસ્તારમાં આવેલ રામેશ્વર વિદ્યાલયમાં મેગા મેડિકલ કેમ્પ યોજાયો.

લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ ૩૨૩ એફ ૧, રિઝયન ૬, ઝોન ૧ની લાયન્સ ક્લબ ઓફ બરોડા (ગોરવા) અને લાયન્સ ક્લબ ઓફ બરોડા સેંસિટિ દ્વારા આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ગોત્રી એસ.ટી.કોલોની પાસે ઈ.એસ.આઈ.હોસ્પિટલ રોડની રામેશ્વર વિદ્યાલયમાં યોજાયો હતો. જેનું ઉદ્ધઘાટન ઇન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ કર્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન મનોજ પરમાર અને અતિથિ વિશેષ તરીકે વાઇસ ડીસ્ટ્રીકટ ગવર્નર -૨ લાયન અશોક જૈન ઉપસ્થિત રહ્યા હતા જયારે રિઝયન ચેરમેન લાયન જતીન પટેલ, ઝોન ચેરમેન લાયન નરેશ પટેલ અને ડીસી બ્લડ ડોનેશન લાયન હેમંત વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ કેમ્પમાં જુના દર્દના, ચામડીના રોગોના,નાક કાન ગાળાના,દાતના રોગોના, આંખોના,ડાયાબિટીસના,ઓંડીયોમેટ્રીના, ઈ.સી.જી.ના,જનરલ સર્જરીના,હાડકાના રોગોના અને ફિઝિયોથેરાપીના નિષ્ણાત તબીબો દર્દીઓને ચકાસીને નિદાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરી ડાયાબિટીસ ચેકઅપ, આંખોની તપાસ અને ફ્રી ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પ્રત્યેક દર્દીને ચકાસીને જરૂરી દવાઓ વિના મુલ્યે આપવામાં આવી હતી. એ સિવાય બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ કેમ્પ નો લાભ લીધો હતો

Related posts

ડભોઈ તાલુકાના તેનતલાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા પાંચથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા.

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર હવેલી મંદિરના ઠાકોરજીનો દિવ્ય દીપદાન મહોત્સવ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે

admin

વડોદરાના રેલવે એસ.ટી. ડેપો નજીક સીટી બસમાં આગ લાગવાની ઘટના બની

admin

Leave a Comment