40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરમાં દિવાળી નજીક આવી પરંતુ રંગોળીના ધંધામાં ઓર્ડર આવતો નથી. મંદીનો માહોલ વેપારીઓ ચિંતિત જોવા મળી

છોટાઉદેપુર પંથકમાં બનતી રંગોળી દિવાળીના તહેવાર અગાઉ ચેન્નઇ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ મોટા પ્રમાણમાં અંદાજે 5 થી 6 હજાર ટન જેવી સપ્લાય થાય છે. વેપારીઓ અગાઉથી બુકીંગ કરવી દેતા હોય છે. અને રંગોળીની ડિમાન્ડ પણ દર વર્ષે વધુ હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષ કોરોના કાળ સમયથી ધંધામાં ભારે મંદી જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓ પણ ચિંતિત જણાઈ રહ્યા છે. ચાલુ વર્ષે નવરાત્રી શરૂ થઈ ગઈ હોય અને દિવાળી ને માત્ર ગણતરીના દિવસો બાકી હોય હજુ ધંધામાં કોઈ ડિમાન્ડ આવતી નથી. અને ગત વર્ષ કરતા માત્ર 30 ટકા% ધંધો જોવા મળે છે. છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની 100 જેટલી ફેકટરીઓ આવેલી છે. જેમાં 10 જેટલી ફેકટરીઓ દિવાળીમાં ઘર આંગણે પૂરવામાં આવતી રંગોળી બનાવતી હોય છે. જે ખૂબ મોટા પ્રમાણમાં બહારના વેપારીઓ લઈ જતા હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી કોરોના કાળ દરમ્યાન આ ધંધામાં અચાનક મંદી આવી ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશ તરફ બધો ધંધો ખેંચાઈ જતા ગુજરાતના છોટાઉદેપુરમાં માં માલની ડિમાન્ડ ઓછી આવે છે. જેના કારણે વેપારીઓ ચિંતિત જણાઈ રહ્યા છે. ચાલુ વર્ષે દિવાળીના ગણતરીના દિવસો બાકી હોય છતા પણ બહારના વેપારીઓ અને કંપનીઓ તરફથી માલની ડિમાન્ડ આવતી નથી તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. છોટાઉદેપુરના કારખાનાઓ માં ડોલોમાઈટ પથ્થરને પીસીને બનાવવામાં આવતી રંગબેરંગી રંગોળીઓ ચેન્નાઇ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વેચાય છે. પરંતુ ચાલુ વર્ષે પણ રંગોળીનો ધંધો છેલ્લા 3 વર્ષ પહેલાની સરખામણીએ 30 ટકા ઓછો છે. જે પરિસ્થિતિ નું સર્જન આવનારા દિવસોમાં વધુ નુકસાન કારક સાબિત થશે
છોટાઉદેપુર મિલ માલિકો જણાવી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષથી રંગોળીના ધંધામાં કોરોના કાળને લીધે ભારે નુકસાન થયું હતું. જ્યારે ચાલુ વર્ષે બજારોમાં મંદી તથા મોંઘવારી હોય અને મધ્યપ્રદેશ તરફ રંગોળીનો ધંધો પુર જોશમાં ચાલતો હોય જેના કારણે ધંધો કરવામાં હવે મજા રહી નથી. જ્યારે બીજી તરફ મજૂરી કરતા આદિવાસી મજૂરો ખેતી કામ તથા મજૂરી અર્થે પર રાજયમાં તથા સૌરાષ્ટ્ર તરફ જતા રહેતા હોય એક પાલી કામ ચલાવવું પડે છે. જેથી ધંધો કરવો તો કેમ કરવો એ પ્રશ્ન વેપારીઓમાં ચર્ચાઈ રહ્યો છે. હાલમાં છોટાઉદેપુર પંથકમાં આવેલ ડોળોમાઈટ પથ્થરની માઇન્સ તથા ફેક્ટરીઓના ધંધામાં ભારે મંદી ચાલી રહી છે. એક તરફ ડીઝલ, મોંઘુ હોય જેથી ટ્રાન્સપોર્ટના વેપારીઓને પણ પોષાય તેમ નથી. અને કારખાના ના વેપારીઓ પણ સાહસ કરતા નથી. આવનારા દિવસોમાં દિવાળી નજીક આવતા બજારો ખુલે અને રંગોળીની ડિમાન્ડ વધે તેવી સૌ વેપારીઓ આશા બાંધીને બેઠા છે.

Related posts

રાહુલ ગાંધીએ અમેરિકામા એક કાર્યક્રમમા જઈ અનામત વિરોધી વાત કરી જેના વિરોધમાં ભાજપના ST,SC અને OBC સમાજના મોરચા દ્રારા વિરોધ

admin

ચોંરીની બાઈક લઇ ફરવા નીકળેલા બે બાળ કિશોરોને ઝડપી પાડતી છોટાઉદેપુર LCB,

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડ રાયછા સિંહાદા ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

admin

Leave a Comment