43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શહેરના ખોડિયાર નગર ચાર રસ્તા નજીક ફૂટવેરની દુકાનના કાઉન્ટર માંથી 22 હજાર રોકડની ચોરી કરનાર આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

ગત ચોથી ઓક્ટોબરના રોજ ખોડિયાર નગર પાસે આવેલી ફૂટવેર શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે દુકાનદારની નજર ચૂકવીને કેશ કાઉન્ટર માં હાથ નાંખીને 22 હજારની રોકડની ઉઠાંતરી કરી હતી. જે અંગે દુકાનદાર ફરિયાદીએ હરણી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે દુકાનના CCTV મેળવીને ગઠિયાની શોધખોળ હાથ ધરી હતી.

આ દરમિયાન શહેર ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે,ચોરી કરનાર ઇસમ ઇરફાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખને શહેર પોલીસે તડીપાર કરેલો છે. તેમ છતાંય શહેરનું હદમાં ફરીને વધુ ગુન્હા આચરી રહ્યો છે. અને આરોપી હાલ પાંડુગામ,તાલુકા ડેસર ખાતે રહે છે.

જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઇરફાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ રહે. વુડાના મકાન,કાન્હા હાઇટ્સ સામે,ડભોઇ રોડ વડોદરાનો ધરપકડ કરી હરણી પોલીસ મથકને હવાલે કર્યો છે

Related posts

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ મંજુસર GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં આગ

admin

ભારત – પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વડોદરા જિલ્લાના પુરવઠા તંત્ર એક્શન મોડમાં

admin

અલકાપુરી ગરનાળું અંતે ખુલ્યું: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં વાહનચાલકોમાં રાહત

admin

Leave a Comment