બહારની એજન્સીઓ ઘરે બેસીને 30 ટકા ટકાવારી કાપી લે છે: ચૈતર વસાવા
એજન્સીઓની ઓફિસ કે ગોડાઉન પણ હોતા નથી: ચૈતર વસાવા
એજન્સીઓ રેતી, કપચી સ્ટીલ પૂરું પાડતા નથી અને રોયલ્ટી વાળા બિલ પણ મુકતા નથી: ચૈતર વસાવા
*પંચાયતો સઘ્ધર છે અને જીએસટી નંબર પણ છે, માટે ગામના તમામ કામ પંચાયતને સોંપવામાં આવે: ચૈતર વસાવા
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર કલેકટરને આવેદનપત્ર આપીને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, પહેલા પંચાયતને સીધી લીટીમાં એજન્સી તરીકે તાલુકા વિકાસ અધિકારી કામ આપતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી બહારની એજન્સીઓને માલ સામાન પહોંચાડવાના ઇ ટેન્ડર આપવામાં આવે છે. એજન્સીઓ કોઈ જગ્યાએ પોતાની ઓફિસ કે ગોડાઉન ચાલુ કરતા નથી. કોઈપણ જગ્યાએ રેતી, કપચી કે સ્ટીલ પૂરું પાડતા નથી કે કોઈ રોયલ્ટી વાળા બિલો પણ મૂકતા નથી. સરપંચે જ બધું કરવાનું હોય, મટીરીયલ નાખવામાં આવે, કામ કરાવવામાં આવે, વર્ક ઓર્ડર પાડવામાં આવે, અને રેકોર્ડ રાખે. જ્યારે આ એજન્સીઓ ઘરે બેસીને 30%ની ટકાવારીઓ કાપી લે છે.
આ વર્ષે નર્મદા જિલ્લામાં જેટલા પણ ટેન્ડરો પડ્યા છે માલસામાનના, એ તમામ ટેન્ડર રદ કરવામાં આવે અને સ્થાનિક પંચાયતને એજન્સી બનાવીને ડાયરેક્ટ કામ આપવામાં આવે, એવી અમે આજે કલેક્ટર સમક્ષ માંગ કરી છે. આજે અમારી પંચાયતો સધ્ધર છે, પંચાયતો પાસે જીએસટી નંબર પણ છે. જો પંચાયત પોતે જ કામ કરે તો સારું કામ કરશે. માટે ગ્રામ પંચાયતોને સીધું કામ આપવામાં આવે તેવી અમે માંગ કરી છે. મનરેગા તો ખરું જ સાથે સાથે એટીવીટી હોય, વિકાસશીલ હોય, ગુજરાત પેટર્ન હોય, 15% વિવેકાધીન કે એમ એલ એની ગ્રાન્ટના કામો હોય કે ટ્રાઇબલની ગ્રાન્ટના કામો હોય, તે ડાયરેક્ટ ગ્રામ પંચાયતના નામે વર્ક ઓર્ડર આપીને ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માંગણી ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા કરીછે.
રિપોર્ટર : સુનિલ વર્મા, ડેડીયાપાડા

