36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

લીંબડી ખૂશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોનેને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું

છોટા કાશી લીંબડીમાં દિવાળી કે અન્ય તહેવારો આવે એટલે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોનેને પૌષ્ટિકીટનું વિતરણ કરતી હોય છે.

દિવાળીના તહેવારોમાં નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી એ જ આપણા જીવનની સાચી દિવાળી કહેવાય.

ત્યારે ખુશી ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર પર પૌષ્ટિકકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દાતાઓ મદદરૂપ થતા હોય છે લીંબડી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા,યુવા મોરચાનાં મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા, પ્રહલાદસિંહ, મુકેશભાઈ, ગિરિશભાઈ પટેલ હરિકૃષ્ણ સુરાણી અને સંજયભાઈ સોલંકી વગેરે પોતાનું યોગદાન આપ્યું હતું.

કાર્યક્રમની અંતે ખૂશી ફાઉન્ડેશનનાં પ્રમુખ વૈશાલી બહેન શ્રીમાળીએ સૌ દાતાઓનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂશી ફાઉન્ડેશન ટીમ તત્પર રહી હતી.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

Stratégies probabilistes sur mesure pour surpasser le 500 Casino

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

admin

Déverrouiller les énigmes des probabilités pour triompher au Red Casino

admin

Leave a Comment