Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

MGVCL દ્રારા સમયસર વીજળી ન આપતા ખેડૂતો સુત્રોચાર સાથે રજૂઆત કરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મધ્યગુજરાત વીજકંપની ઉપર ખેડૂતો એ વીજળી આપો વીજળી આપો ના સૂત્રોચાર કર્યા હતા. વીજળીના અભાવે ખેડૂતોનો માલ સુકાઈ રહ્યો છે. જ્યારે નજીક માંજ કેનાલ જાય છે. પરંતુ વર્ષોથી પાણી કેનાલમાં આવ્યું નથી જેનાથી બોરના પાણીથી જ સિંચાઇ કરે છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પિપલાજ ફીડરમાં 10 જેટલા ગામો આવે છે. આ ફીડરમાં ખેડૂતોને સિંચાઇ માટે મધ્યગુજરાત વીજ કંપની વીજ પુરવઠો સવારે 8થી 4નો સમય સરકારે નક્કી કરેલ છે. પરંતુ મધ્યગુજરાત વીજ કંપની બપોરના 2થી રાતના 10 સુધી વીજ પુરવઠાનો સમય કરતાં રાત્રિના સમયે ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા માટે મજૂરી મળતા નથી. અને ખેતરોમાં રાત્રિના સમયમાં ભૂંડો,જીવજંતુ તેમજ ઝેરી જાનવરોનો ડર રહે છે. માટે મધ્યગુજરાત વીજ કંપની ઉપર ખેડૂતોને આવીને સૂત્રોચાર કરીને મધ્યગુજરાત વીજ કંપનીના અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે મધ્યગુજરાત વીજકંપનીના અધિકારી એ ખેડૂતોને અમારી જવાબદારી નથી. GETCO વિભાગની જવાબદારી છેm તેવો ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો હતો. જેનાથી ખેડૂતો માં રોષ ભભુકી ઉઠયો હતો.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડીની એસ.બી.સોલંકી વિદ્યામંદિરમાં ભંગાર સાયકલોનો ઢગલો

admin

ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ જન્મ જયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

ભાજપના કાર્યકરો મતદાન મથકમાં મનમાની કરી રહ્યા છે : રાધિકા રાઠવા

admin

Leave a Comment