33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીમાં બેઠકો બાબતે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છોટાઉદેપુર નગર પાલિકાની ચુંટણી માટે 28 માંથી 14 બેઠકો મહિલાઓ માટે અનામત રખાઇ

છોટાઉદેપુરમાં નગર પાલિકા બોર્ડની મુદ્દતને ફેબ્રુઆરી માસમાં પાંચ વર્ષ પૂર્ણ થયા હતા. જ્યારે ઘણા સમય થી ચૂંટણી ની રાહ જોવાઇ રહી હતી. આજરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નગર પાલિકાની બેઠકોની ફાળવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગર પાલિકા કુલ સાત વોર્ડમાં અંદાજે 25787 કુલ વસ્તી જ્યારે વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 3684 ધરાવે છે. જેમાં 28 બેઠકો માં સ્ત્રી બેઠકો 14, અનુસૂચિત જાતિ, અનુ. આદિજાતિ તથા પછાત વર્ગની સ્ત્રી બેઠકો સહિત, અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો 2, અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 7, પછાત વર્ગ માટે અનામત બેઠક 5, જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ અનામત બેઠકો 21 અને સામાન્ય બેઠકો 7 નો સમાવેશ થાય છે. જ્યારે છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી બાબતે બેઠકો બાબતેનું જાહેરનામુ પ્રસિદ્ધ થતા રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી રહી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆતના પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ પર 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી

admin

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકમાત્ર ડોલોમાઈટ ઉદ્યોગ છેલ્લા ૧૦ દિવસથી ઠપ્પ

admin

Leave a Comment