છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના ભુમસવાડા ગામે રીસર્ફેસિંગ રોડ 60 ખર્ચે બનનાર છે. જેને લઈને 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ લોકોની રજૂઆત અને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી ભુમસવાડા ગામે રીસરફેસિંગ રોડ 60 લાખ ખર્ચે રોડ બનાવવામાં આવશે. અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા,જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો અને ખૂબ મોટી ગ્રામજનો અને આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર


