33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો

જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૫ જેટલી અરજીઓ મળી હતી. જે પૈકી ૩ અરજીઓનું સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરએ તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં હકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા ત્રીજીવાર જંગી બહુમતીથી વિજેતા થયા

admin

બોડેલી તાલુકાના બામરોલી ગામે અપહરણ,ખંડણી,અને હત્યાનો બનાવ,

admin

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેતુથી IOCLના CSRમાં છોટાઉદેપુર જીલ્લામાં આપેલા TrueNAT મશીનના અનુદાન હવેથી ટીબીની તપાસ થઈ વધું સરળ અને ઝડપી

admin

Leave a Comment