Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીની મહેનતના કારણે મનરેગા યોજના રોજીરોટી આપવામાં ડેડીયાપાડા સમગ્ર ગુજરાતમાં આગળ

ડેડીયાપાડા તાલુકામાં મનરેગા યોજના હેઠળ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં તળાવના કામો, માટી કામ, પથ્થરપાડા, ચેકડેમ ડીસલ્ટીંગ અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રોજગારી આપવાના કામો ચાલે છે. જેમાં લોકોને રોજગારી આપવા બાબતે કુલ-૧૭૨૬૦ લોકોને આ અઠવાડીયામાં રોજગારી આપીને ડેડીયાપાડા તાલુકો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમનું સ્થાન પ્રાપ્ત કરેલ છે. જેના કારણે ડેડીયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોનીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં જ્યારે કામગીરી અને રોજી રોટી લોકો ને ઓછી મળી રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર માટે તેમણે એક્શન પ્લાન તૈયાર કરીને ખૂબ જ મોટા પ્રમાણમાં જોડાય અને મનરેગામારોજગારી મેળવે તેવા પ્રયત્નો કરી ગામે ગામ સરપંચો તલાટીઓ અને લોકોને પણ મીટીંગો કરાવીને વધુમાં વધુ કામ મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જેના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ રોજગારી પ્રાપ્ત થઈ છે અને ગુજરાતમાં રેકોર્ડ કર્યો છે ત્યારે ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં થી શીખ લઈને તમામ તાલુકાઓમાં લોકોને વધુને વધુને સરકારી યોજનાનો અને રોજગારીના લાભ મળે તેવા પ્રયત્નો થાય તો સ્થાનિક કક્ષાએ જ રોજગારી મળતા લોકો તેમના બાળકોને પણ ઘર આંગણે ભણાવી શકે અને સમાજ સશક્ત બની શકે તેવા ઉંમદા પ્રયત્ન ડેડીયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ કર્યા જેમની પ્રશંસા થઈ રહી છે અને લોકોની દુઆ પણ પ્રાપ્ત થઈ રહી છે


રિપોર્ટર :- સુનિલ વર્મા, ડેડીયાપાડા ( જિલ્લો નર્મદા )

Related posts

ઉમરગામથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

admin

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા કેમ બેઠા ધરણા પર ?

admin

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નર્મદા જિલ્લાના એકતાનગરની મુલાકાત લીધી

admin

Leave a Comment