40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા

પતંગના દોરાથી ગળું કપાઈ જવાથી ફૂડ ડીલેવરીનું કામ કરતાં આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર ફૂડ ડીલેવરી કંપનીમાં ડીલેવરી બોય તરીકે કામ કરતા 27 વર્ષીય હરીનાથ રાઠવા નું પતંગના દોરીથી ગળું કપાઈ જવાથી મૃત્યુ નીપજ્યું છે. વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા વિસ્તારમાં ડીલેવરી બોય જ્યારે ફૂડ ડીલેવરી કરવા જતો હતો તે વેળાએ તેના ગળાના ભાગે પતંગનો દોરો આવી જવાથી ગંભીર ઈજા થઈ હતી. ઘાયલ હરિનાથને 108 મારફતે SSG હોસ્પિટલમાં સારવાર છે ખસેડવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ હરિનાથ એ જીવ છોડ્યો હતો. SSG હોસ્પિટલના હાજર તબીબ એ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

છેલ્લા એક વર્ષથી વોન્ટેડ રહેલો નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટનો આરોપી ઝડપાયો

admin

વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દત્ત નગર ખાતે છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા ને લઈને સાનિગો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

admin

સફાઈ કર્મચારીઓ વોર્ડ નંબર 18ની કચેરી ખાતે હોબાળો મચાવ્યો

admin

Leave a Comment