43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર વન વિભાગે રાયસીંગપુરા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરીને જતી છોટા હાથી ગાડીને ઝડપી પાડી

અંશુમન શર્મા વન સંરક્ષક વન વર્તુળ વડોદરા અને નાયબ વન સંરક્ષક વી.એમ. દેસાઈ તથા મદદનીશ વન સંરક્ષક કે.એમ. બારીઆ નાઓની કડક નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર બનતા ગુનાઓને અટકાવવાની મળેલ સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ રાયસીંગપુરા ચોકડી પર નાકાબંધી કરતા છોટા હાથી ગાડીમાં ગેરકાયદેસર અનામત ખેરના લાકડા ભરીને જતા ઝડપી પાડી હતી.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરેલ હતી. જેમાં ટુકડા નંગ 30 અંદાજિત ઘન મીટર 1.400 જેની કિંમત ૪૫ હજાર તથા ગાડીની કિંમત બે લાખ મળી કુલ બે લાખ 45 હજારનો મુદ્દામાલ કબજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એમ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા એ જણાવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડન્સી ૧૬ શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આજે ભરાયો  વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસીઓ નેતાઓએ પણ મજા માણી.

admin

બોડેલી તાલુકાના સરગી, પાણેજ અને કોસીન્દ્રા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા

admin

Leave a Comment