કેમ્પનો 250 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડલેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ ની અધ્યક્ષતામાં શ્રી માધવાનંદ આશ્રમ ખાતે આજરોજ 37 મો મફત નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો શ્રીમતી પ્રેમીલાબેન અરૂણભાઇ પટેલ ધર્મજ વાળા (હાલ લેસ્ટર યુકે ) પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આણંદ-મોગર ની શંકરા આઈ હોસ્પિટલ ના તબીબોએ સેવા પૂરી પાડી હતી ચાંદોદ સહિત પંથકના ગામોના 250 ઉપરાંત દર્દીઓએ આંખ અને દાંતની બીમારીને લગતી તપાસ કરાવી દવા અને માર્ગદર્શન મેળવ્યું હતું સદર કેમ્પમાં ઝામર,વેલ,પરવાળા મોતિયા જેવા આંખના ઓપરેશન વાળા દર્દીઓને ચાંદોદ થી મોગર હોસ્પિટલ લઈ જઈને ઓપરેશન કરી ચાંદોદ પરત લાવવાની વ્યવસ્થા પણ શ્રી માધવાનંદ આશ્રમ દ્વારા કરવામાં આવી છે

