Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ દ્વારા બાલવાડીના ભુલકાઓ નો “૪૫મો વાર્ષિક બાળ મહોત્સવ” ની ઉજવણી કરવામા આવી…

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ અને વોલ્ટેમ ટ્રાન્સફોર્મર કંપની ના સહયોગ થી વડોદરા શહેરના જુદા જુદા ૬-સ્લમ વિસ્તારોમા બાળકોનો સર્વાગી વિકાસ થાય તે માટે સંસ્થા દ્રારા વર્ષ 1980 થી બાલવાડી પ્રોજેકટ કાર્યરત છે. જેમાં 3 થી 6 વર્ષના બાળકોને મફતમાં પાયાનુ શિક્ષણ આપી શારિરીક, માનસિક તેમજ બોધ્ધિક વિકાસ થાય તે માટેની કામગીરી ની સાથે સાથે દુધ, ફ્રુટ આપવુ, વાલી મીટીંગો, તથા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
આજ રોજ માણેજા, મકરપુરા,અકોટા અને વિજયવાડી વિસ્તાર ની 6 બાલવાડીના ભૂલકાઓનો “વાર્ષિક બાળ મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી હતી, કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રીમતી. મમતા સંજય સિંગ- બીસીસી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, શ્રી. ભાવેશભાઈ શાહ અને શ્રી. ઇન્દ્રવદનભાઈ રોહિત હાજર રહયા હતા.
ભૂલકાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક નૃત્ય,વાલીઓ દ્વારા બાલવાડીને લગતા તેમના અનુભવો અને મહેમાનો દ્વારા બાળકના વિકાસને લઈને જરૂરી માહિતી આપવામાં આવેલ હતી. છેલ્લા વિજેતા બાળકોને રમકડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Related posts

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારે વડોદરાના હરણી સ્થિત મોટનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ

admin

વડોદરામાં શિવાજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શિવરાય ટ્રસ્ટ દ્વારા ભવ્ય શોભાયાત્રા

admin

બાજવાડા વિસ્તાર આવેલ એક મકાનની વચ્ચે ભાગ ધરાશય થતા એક મહિલાને ઇજા

admin

Leave a Comment