સોશિયલ મીડિયાના યુગમાં સગીર યુવતીઓને ભોળવી-ફોસલાવી દુષ્કર્મ જેવા ગુનાઓ વધ્યા છે ત્યારે આવા જ એક કેસમાં નામદાર અદાલતે દાખલા રૂપ સજાનો હુકમ કર્યો છે,સગીરાનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવનાર સાવલીના યુવક ફેઝલ જાકિર દીવાન વિરૂદ્ધ વર્ષ 2022માં ફરિયાદ થઇ હતી,જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા સાથે એક લાખનો દંડ ફટકાર્યો હતો.

