વડોદરા શહેરનો અને ગુજરાતમાં સૌથી નાની વયનો સારવ ચિરાગભાઈ શાહ જેને માત્ર સાડા ચાર (૪.૫) વર્ષની ઉંમરે જ વર્ષ ૨૦૨૩ માં રમતગમત (કરાટે) ક્ષેત્રે તેની સફર શરૂ કરી. કરાટેની તાલીમ લઈને સારવ એ કરાટેમાં પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને વડોદરા અને ગુજરાત રાજ્યમાં સૌથી યુવા કરાટે ખેલાડી બન્યો સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું. સારવ શાહ એ વડોદરાના વાઘોડિયા સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં મે ૨૦૨૩ થી કરાટે શીખવાનું શરૂ કર્યું. તેની તાલીમમાં કાતા અને કુમીતે (લડાઈ)નો સમાવેશ થાય છે…
સારવ એ બે (૨) મહિનાની કરાટે શીખવાની સ્પર્ધામાં ભાગ લીધા બાદ સૌ પ્રથમ વખત દિલ્હી પબ્લિક સ્કૂલમાં આયોજિત ટુર્નામેન્ટમાં ભાગ લીધો. તેને પહેલો સિલ્વર મેડલ કુમીતે (ફાઇટ) માં મળ્યો. ત્યાર બાદ તેને તેની સફર આગળ ચાલુ જ રાખી અને ઘણા બધા મેડલો જીત્યા. બીજો સુવર્ણ ચંદ્રક કાતા ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ પ્રાપ્ત થયો. અત્યાર સુધીમાં સારવ ચિરાગભાઈ શાહ એ ટોટલ ૮ ગોલ્ડ મેડલ, ૧ સિલ્વર મેડલ અને ૧ બ્રોન્ઝ મેડલ મળી કુલ ૧૦ મેડલો પ્રાપ્ત કરીને વડોદરા શહેર નું ગૌરવ વધાર્યું છે…
સારવ ની સખત મહેનત અને પરિશ્રમથી તે આ મુકામે પહોંચ્યો છે. આ શક્ય ત્યારે જ થયું છે જ્યારે તેના કોચ દરેક ખેલાડીને ચેમ્પિયન બનાવવા માટે વ્યક્તિગત રીતે પ્રતિનિધિત્વ કરે છે. સારવ શાહને આ મુકામ સુધી પહોંચાડવા માટે તેના કોચ રિંકુ મેડમ, વિકાસ સર, આદિત્ય સર, રિતેશ સર, ભારતીય આંતરરાષ્ટ્રીય વાળો ફેડરેશન વડોદરા ગુજરાત ની સમગ્ર ટીમની મહેનત રંગ લાવી છે. હાલમાં સારવ શાહ વાઘોડિયા રોડ સ્થિત આવેલ બરોડા પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે. સારવ શાહ એ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી ઉત્કૃષ્ઠ દેખાવ કરી પરિવાર, સમાજ અને વડોદરા શહેર સાથે સમગ્ર ગુજરાત રાજ્યનું પણ કરાટે સ્પર્ધામાં નામ રોશન કરી સૌને પ્રેરણા પૂરી પાડી રહ્યો છે…

