Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં 50 જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડ માંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી

છોટાઉદેપુરમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઇ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઈચ્છુક ઉમેદવારોની કતારો લાગી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડના 28 સભ્યો માંટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે. જેને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે. અને પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકોમાં ભરતભાઈ ડાંગર જિલ્લા પ્રભારી પંચમહાલ, અસ્મિતાબેન શિરોયા પ્રદેશ સંયોજક ,અભિષેક ભાઈ મેળા મહામંત્રી પ્રદેશ એસ.ટી મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં છોટાઉદેપુર નગરના અલગ અલગ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક તાંદલજા અને નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક માંટે પણ સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

જેતપુર પાવી તાલુકાનાં કુંડલ ગામે સાંસદ અને ધારાસભ્યના હસ્તે ડામર રોડનું ખાતમુહૂર્ત

admin

વરસાદમાં કોતર ઉપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાનું નાળું ધોવાઈ જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા

admin

છોટા ઉદેપુર ફાયર વિભાગ દ્રારા કૂવામાં પડેલ વ્યક્તિનું સફળ રેસ્ક્યુ

admin

Leave a Comment