36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વામિત્રીને દૂષિત કરતી સયાજી હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપવાની માંગ કરતાં કોર્પોરેટર

વિશ્વામિત્રીને ગંદીગોબરી કરવા માટે સયાજી હોટેલ જેવા હોટેલ માલિકો પણ એટલા જ જવાબદાર…
હોટલ સયાજીનું ડ્રેનેજ કનેક્શન કાપી સીલ કરવા કોર્પોરેટરની માગ
હોટલ સયાજીની દિવાલ પણ ગેરકાયદેસર છે

વિશ્વામિત્રી નદીને દૂષિત કરવાનું ઘોર પાપ કરી રહેલી હોટલ સયાજીની દિવાલ પણ ગેરકાયદેસર છે અને આ મામલે કોર્પોરેટરે પાલિકાના કમિશનરને પત્ર પણ લખેલો છે પણ અગમ્ય કારણોસર આ મામલે કોઇ જ પગલાં લેવાયા નથી. ગેરકાયદેસર દિવાલ ચણીને હોટલ સયાજીના સંચાલકોએ પાલિકાને પડકાર ફેંક્યો છે કે જે થાય તે કરી લો અને પાલિકા પણ તેની સામે મિંદડી મ્યાઉ બનીને બેસી ગઇ છે. શહેરમાં સામાન્ય માણસોના ગેરકાયદેસર દબાણ હટાવવા બુલડોઝર લઇને પહોંચી જતા પાલિકાના અધિકારીઓ હોટલ સયાજીની દાદાગીરી સામે ઝૂકી ગયા છે અને તેથી જ તેમણે હિંમત કરીને દૂષિત પાણી ઠાલવવાનું શરુ કર્યું છે કારણ કે તેમને ખબર છે કે તેનું કોઇ કશું ઉખાડી શકવાનું નથી.
પાલિકા અને જીપીસીબી પણ હોટલ સયાજીની દાદાગીરી સામે લાચાર

હોટલ સયાજી દ્વારા એનજીટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે પણ પાલિકા અને જીપીસીબી દ્વારા હોટલ સયાજીને છાવરવામાં આવી રહી છે. હોટલ સયાજીના સંચાલકો પાલિકા અને જીપીસીબીને ઘોળીને પી ગયા છે અને કોઇને ગાંઠતા નથી તે વાત ચોક્કસ છે. પાલિકા દ્વારા વિશ્વામિત્રી શુદ્ધીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત હવે નદીમાંથી સફાઇ કરીને નદીને પહોળી કરવાનું આયોજન કરાયું છે પણ હોટલ સયાજી જેવા તત્વો પાલિકાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. મુખ્યમંત્રી જાતે વડોદરાના લોકોને પૂરની સ્થિતીમાંથી રાહત મળે તે માટે પ્રયાસો કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ કરાવી રહ્યા છે પણ હોટલ સયાજી દ્વારા આ પ્રકારે બિન્ધારત બનીને દૂષિત પાણી ઠાલવીને નદીને વધું ગંદી બનાવી રહ્યા છે ત્યારે પાલિકાએ હવે ઉઘ ઉડાડવી પડશે

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવાની શરૂઆત 20 વર્ષ સુધી શાંતિ નો દાવો

admin

શ્રી મહિલા ગુહ ઉધોગ દ્વારા હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘઉં અને ચોખાની સેવો તૈયાર કરવામાં આવી રહી છે

admin

વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી : ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં પડી યુવકનું કરુણ મોત

admin

Leave a Comment