40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ગ્રીન કમાન્ડો અમદાવાદ ગ્રુપ દ્વારા ચુડા સીધ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફોર્મની મુલાકાત લીધી.

ચુડા ખાતે લકુમ નારાયણભાઈનાં પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત દરમ્યાન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાકભાજી તેમજ પપૈયા જેવા પાકો બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચ ગુણવત્તાસભર વધારે ઉત્પાદન મળે છે.જેના કારણે ખેડૂતો સારી આવક મેળવીને આર્થિક વિકાસ માટે પણ ફાયદાકારક છે.

પ્રકૃતિનાં મૂળભુત સિધ્ધાંતો દેશી ગાયનાં ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચેની ખેતી એ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે.

પ્રાકૃતિક ખેતીમાં પાકની વૃદ્ધિ માટે નહીવત ખર્ચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.
પ્રાકૃતિક ખેતી કરવાથી ભૂમિમાં ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.

પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ,પોષણ અને સંવર્ધન થાય છે.

પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી તૈયાર કરેલ ઘન જીવામૃતનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે ભાર મૂકવામાં આવ્યો હતો.

આ તકે ગ્રીન કમાન્ડો ગ્રુપ માંથી વિષ્ણુભાઈ પટેલ,કિરીટભાઈ , રજનીકાંતભાઈ,અને દેવેન્દ્રભાઈ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે રોડની સાઈડની બાજુએ ગટરલાઈનનું કામ યુધ્ધનાં ધોરણે આરંભ્યું.હાલાકી વેઠવી હવે થશે ભૂતકાળ.

admin

૭૬માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી ચુડા કોર્ટના પ્રટાંગણમાં ચૂડાનાં પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ

admin

રાજપુત કરણી સેના દ્વારા લીબંડી શહેરમાં ચાલતાં કતલખાનાઓ બંધ કરવા આવેદનપત્ર અપાયું

admin

Leave a Comment