Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે ચોકડી ઉપર જાહેર રોડ ઉપરદારૂની હેરાફેરી

જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના રતનપુર ગામે ચોકડી ઉપર જાહેર રોડ ઉપરથી સફેદ કલરની CRETA ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા કુલ કિ.રૂ.૬,૭૧,૧૭૦/- નો મુદામાલ પકડી પાડતી જેતપુરપાવી પોલીસ.

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા ગૌરવ અગ્રવાલ મદદનિશ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.

જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા. પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નાઓ તેમના સ્ટાફ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી અંગેની કામગીરીમા નિકળેલા તે દરમ્યાન બાતમી આધારે જેતપુરપાવી રતનપુર ગામે ચોકડી પાસે જાહેર રોડ ઉપરથી એક CRETA ગાડી નંબર-GJ-06-JE-7188 માં વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂના પતરાના ટીન બીયર તથા પ્લાસ્ટીકના/પતરાના ક્વાટર મળી કુલ બોટલ નંગ-૧૨૬૪ ની કિ રૂ.૧,૭૧,૧૭૦/- તથા પ્રોહી મુદામાલની હેરાફેરીમા પકડાયેલ CRETA ગાડી નંબર-GJ-06-JE-7188 ની કિ રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ રૂ.૬,૭૧,૧૭૦/- નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામા આવ્યો. આમ,જેતપુર પાવી પોલીસ પ્રોહી કેશ કરવામા સફળતા મળેલ છે.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છેલ્લા ત્રણ મહિનાથી વડોદરા શહેરના માંજલપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

admin

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી

admin

છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદીના પટ્ટમાં કાકડીના વાવેતરમાં મબલખ પ્રમાણથી ખેડૂતોને નુકશાન

admin

Leave a Comment