વેરા વસુલી મુદ્દે રેવન્યુ ડિપાર્ટમેંટએ મોટી કાર્યવાહી હાથ ધરી. વડોદરા મહાનગર પાલિકા દ્રારા વેરો નહીં ભરતા મકરપુરા એસ.ટી.ડેપોને સીલ મારી દેવામાં આવ્યું. લાખો રૂપિયા વેરા બાકી હોવાના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી છે.
મકરપુરા એસ.ટી.ડેપો મુખ્ય કચેરીઓને સીલ કરવામાં આવ્યા. લોકોને મુશ્કેલી નહીં પડે માટે માટે મુસાફરો અંદર આવ-જાવ કરી શકશે. મુસાફરો માટે બસો પણ આવશે પરંતુ અન્ય મુખ્ય કચેરીઓને સીલ કરવામાં આવી. જેમાં ટિકિટ બારી, પાસની સુવિધા, પાર્કિંગ, એલાન્સમેન્ટ કચેરી વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા મહાનગર પાલિકાની નોટિસ લગાવવામાં આવેલી છે જેના આધારે સ્પષ્ટ થાય છે કે મકરપૂરા ડેપોની 23,61,697/- જેટલી વેરાની રકમ બાકી છે.

