Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્મશાન ગૃહમાં ઇજારો આપવાની બાબતને લઈને ઉગ્ર રજૂઆત કરીને ઇજારો રદ કરવાની માંગ કરી

મહાનગરપાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં સ્મશાન ગૃહમાં ઇજારો આપવાની બાબતને લઈને શાસક પક્ષના નગરસેવકો સહિત કોંગ્રેસના નગરસેવકે ઉગ્ર રજૂઆત કરીને ઇજારો રદ કરવાની માંગ કરી હતી.

વડોદરા શહેરના સ્મશાનોમાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અગાઉ નિશુલ્ક લાકડા તેમજ સામગ્રી આપવામાં આવતી હતી જેને હવે પાલિકા દ્વારા ઇજારો કરીને ઇજારદારોને સમગ્ર કામગીરી આપવાની બાબતને લઈને કોંગ્રેસના નગરસેવિકા પુષ્પા વાઘેલાએ વિરોધ નોંધાવ્યો હતો અને કમિશનર મેયરને ઓગળ રજૂઆત કરી હતી. કોંગ્રેસ નગરસેવિકાની સાથે સાથે ભાજપા ના પક્ષના નેતા અને નગરસેવકે પણ આ બાબતે સભા નું ધ્યાન દોરીને સ્વૈચ્છિક સંગઠનોની સેવાને બિરદાવી તેમને કામ સોંપવું જોઈએ તેવી રજૂઆત કરી હતી અત્યારે ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરા ની અંદર કાર્યરત 34 જેટલા સ્મશાનોમાં સ્વૈચ્છિક સંગઠનો દ્વારા નિશુલ્ક મૃત્યુ બાદનો સામાન અને લાકડા આપવામાં આવતા હતા પરંતુ પાલિકાના અનગઢ વહીવટને પરિણામે હવે આ જ કામગીરી ઈજારદારોને ઇજારો આપીને કરાવવામાં આવી રહી છે જેનો આજે સભામાં વિરોધ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા નગરસેવક પુષ્પા વાઘેલાએ સભામાં ઉગ્ર રજૂઆત કરીને સ્મશાનનો ઇજારો ઇજારદારને જે આપવામાં આવ્યો છે તે નીતિનો વિરોધ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં અનેક સેવા ભાવિ સંસ્થાઓ નિશુલ કરી તે અંતિમ સંસ્કારના કામે સામગ્રી આપતી હોય ત્યારે શા માટે પાલિકાએ ઇજારદારને ઇજારો આપવો જોઈએ..

Related posts

સાવલીમાં દરવર્ષની મુજબ પરંપરાગત સામુહિક ઈફતાર પાર્ટી યોજાઈ

admin

પાલિકા નો ગજબ વહીવટ, મેરીટ માં નામ ચડાવ્યા બાદ ભરતી કેન્સલ થઈ હોવાનું જણાવ્યું.

admin

પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે થઈ હતી રકજક

admin

Leave a Comment