વડોદરામાંથી દર વર્ષે સાઈબાબાના ભક્તો સાયકલ યાત્રા સાથે શિરડી દર્શન માટે જાય છે,સાયકલ યાત્રા સંઘ ખાસ કરીને રામનવમીના દિવસે શિરડીમાં યોજાતી સાઈબાબાની પાલખીયાત્રામાં ભાગ લેવા જતો હોય છે,ત્યારે આજરોજ ફતેગંજ મેઇન રોડ પરથી રામનવમીના પાલખીના દર્શન માટે સંઘ સાયકલ યાત્રાએ રવાના થયો હતો,છેલ્લા 30 વર્ષથી સાયકલ યાત્રિકો આ શિરડી યાત્રા કરે છે,સાયકલ યાત્રા સંઘ આજથી 6 દિવસની સાયકલ યાત્રા પૂરી કરીને શેરડી પહોંચશે

