36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સ્વામિનારાયણ ભગવાનના 244મા જન્મજયંતિ પૂર્વે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું

સ્વામિનારાયણ ભગવાનના 244મા જન્મજયંતિ પૂવૅ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સ્વામિનારાયણ ભગવાનના જયજયકારના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.સ્વામિનારાયણ મંદિર, વડોદરા અને અન્ય શહેરોમાં પણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી.રેલીનું આયોજન સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.આ રેલીમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.સાથે જ આ રેલીમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આ રેલી પશ્ચિમ વિસ્તારમાં ઝાંસી રાણી સર્કલ ખાતે આવી હતી ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે, તેમજ વોર્ડ ૯ ના કોર્પોરેટર શ્રી રંગ આયરે દ્વારા કોઠારી સ્વામીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમ જ પ્રતિમા પર ફુલહાર પણ કરવામાં આવ્યા હતા સાથે જ રેલીમાં જોડાયેલા તમામ સ્વામિનારાયણ ભક્તો માટે લસ્સીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું…

Related posts

વડોદરાનો પરિવાર ચાંદોદ અસ્થિ વિસર્જન માટે જતાં કાર ડિવાઈડર પર ચડીને પલટી ગઈ

admin

વડોદરાના શહેરના સમા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં શિયાળ ઘૂસી આવતા હડકંપ

admin

ડભોઇના નાનોદી ભાગોળ આંબેડકર છાત્રાલય નજીક ગાય સાથે કાર અથડાતા અકસ્માત

admin

Leave a Comment