40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડાનાં જોરાવરપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈનની ખુલ્લી કુંડીમાં વાછરડી ફસાઈ.

ચુડા આરોગ્ય કેન્દ્ર સામે ભૂગર્ભ ગટરની કુંડીનાં ઢાંકણાનાં અભાવને કારણે વાછરડી કુંડીમાં ફસાઈ ગઈ હતી. ત્યારે સ્થાનિકોની મદદથી આશરે 8 થી 10 ફૂટ ઊંડી કુંડી માંથી ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી.
છ મહિના જેટલા સમયથી ચુડા આરોગ્ય કેન્દ્રની સામે જ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી હોવાથી દુર્ગંધ યુક્ત પાણી તેમજ ગંદકીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી થકી કોઈ મોટો અકસ્માતની રાહ જોવાય રહી હોય તેવું લાગી રહ્યું છે.તંત્ર દ્વારા ક્યારે આ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીનું ઢાંકણું ફીટ કરવામાં આવશે તેના પર સૌની મીટ મંડાઇ રહી છે.

Related posts

ચુડા તાલુકાનાં કુડલા ગામે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ

admin

ચુડાનાં ગોખરવાળા ગામનાં ખેડૂત દિનેશભાઈ પરમારના ખેતરે નકલી બિયારણના મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા.

admin

ચુડા પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment