આણંદ જીલ્લાના પેટલાદ ખાતે પીર હજરત સૈયદ મુહમ્મદ નુરાનીબાબાના 25મા ઉર્સ શરીફની 19 એપ્રિલે શાનદાર ઉજવણી કરાઇ હતી. ખાસ કરીને મુસ્લિમ ખત્રી સમાજનો મોટા ભાગનો વર્ગ હજરત સૈયદ મુહમ્મદ નુરાનીબાબાના મુરીદો ચાહકો હોય છે. જેમાં ડભોઇ, બોડેલી, તેજગઢ, જેતપુર પાવી, છોટાઉદેપુર, વાઘોડિયા, હાલોલ, પંચમહાલ, રાજપીપળા, ભરૂચ, દેડિયાપાડા, નેત્રંગ, અમદાવાદ, વડોદરા, સાધલી, કરજણ તેમજ સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી બાબાના ચાહકો મોટી સંખ્યામા ઉમટી પડ્યા હતા. ન્યાઝ, ભંડારો, પ્રસાદીનો સૌ હાજર મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. જેમાં સાધલીની ફૈઝે નુરાની યંગ કમિટી દ્વારા ઉર્સમાં આવેલા શ્રદ્ધાળુઓ માટે સુંદર આયોજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લાના પેટલાદ ગામે મલાવ ભાગોળ સૈયદવાડામા આવેલ પીર સૈયદ મહમ્મદ નુરાની બાબાના 25મા ઉર્સ શરીફ અને સંદલનું જુલૂસ નીકળ્યું હતું. જેમાં પીર સૈયદ મોહમ્મદ યુસુફબાવાની ઉપસ્થિતિ તેમજ સૈયદ તાહીરબાવ પણ જોડાયા હતા. મલાવ ભાગોળથી ભવ્ય સંદલ શરીફનું નીકળેલું જુલૂસ પેટલાદ નગરના વિવિધ માર્ગોએ ફરીને હજરત સૈયદ મુહમ્મદ નુરાની બાબાની દરગાહે પહોંચ્યું હતું. ત્યારબાદ દરગાહે પીર હજરત સૈયદ મુહમ્મદ યુસુફબાબાએ પોતાના મુરીદો શ્રદ્ધાળુઓ અને દેશ માટે ભારતભરના લોકો માટે ભલીદુઆઓ કરી હતી. તેમજ તમામ ધર્મની પ્રજા એકતા અને ભાઇચારા સાથે અમન શાંતિથી રહે તેવી દુઆ કરી હતી.
previous post

