Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં કોઈ તીખડખોર દ્રારા શહેરની શાંતિને પલીતો ચાંપવાનો પ્રયાસ

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા ભાગ સમગ્ર દેશભરમાં પોલીસ તંત્ર બન્યું છે. ત્યારે વડોદરા શહેરમાં કોઈ તીખડખોર દ્વારા શહેરની શાંતિને પલીતો ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો છે. જોકે આ બાબતની જાણ થતા જ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે આ ઘટનાએ સમગ્ર દેશભરમાં ચર્ચા જગાવી મૂકી છે ત્યારે પોલીસ તંત્ર પણ બન્યું છે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે મંગળવારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સાઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના મુખ્ય માર્ગ ઉપર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફલેકના સ્ટીકરો રોડ ઉપર ચોંટાડતા વિવાદ સર્જાયો છે આ બનાવની જાણ થતા જ સામાજિક કાર્યકર અતુલ ગામેચી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. જેથી તાબડતોડ પોલીસ ઘટના થળે આવી પહોંચી હતી અને આ પાકિસ્તાનના ફ્લેગ ના સ્ટીકરો લગાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે.

Related posts

દૂષિત પાણીની સમસ્યાઓથી ત્રસ્ત લોકોએ ચૂટણીનો બહિષ્કાર કરી ધારાસભ્યો/કોર્પોરેટરોને સોસાયટીમાં પ્રવેશવાની મનાઇ ફરમાવતા બેનરો પોસ્ટરો સાથે વિરોધ દર્શાવ્યો

admin

બહુચરાજી મંદિરને તિરંગા આભૂષણોનો શણગાર..!!

admin

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મણિનગર ગ્રાઉન્ડ પાસે પીવાના પાણીની લાઇન લીકેજના ચાલું કામ દરમિયાન અચાનક ગેસ લાઇન તૂટી જતા અફરા તફરી

admin

Leave a Comment