Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે માનનીય મ્યુનિસિપલ કમિશનરથી અરુણ મહેશ બાબુ એમ.એસ.ની અધ્યક્ષતામાં રિવ્યુ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું

સદર રિવ્યુ મિટીંગમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ શહેરમાં આવેલા જુદા જુU STP પ્લાન્ટના પાણીની લેબોરેટરી ટેસ્ટ કરવા. તમામ ઝોનમાં ડ્રેનેજ સફાઈ,કેચપીટ સફાઈ, વરસાદી ચેનલ સફાઈ, કાંસ સફાઈ, સ્ટ્રોમ વોટર કેચપીટ, ડ્રેનેજ મેન હોલ લાઈન, વિશ્વામિત્રી નદીના પાણીમાં થતા પ્રદૂષણને અટકાવવું, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવો, શહેરના જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે માર્ગો પર પડેલા ખાડા/ભૂવા વગેરેને શોધી તેની મરામત કરવી, વિશ્વામિત્રી નદીમાં જુદા જુદા સ્થળેથી આવતા ગંદા પાણીને અટકાવવા, શહેરના જાહેરમાર્ગો પર પેચવર્ક, શહેરના જુદા જુદા બ્રીજ પર રિપેરીંગ અને લિકેજની કામગીરી તેમજ વરસાદ પહેલા પ્રિમોન્સૂન તમામ કામગીરી ઝડપથી પૂરી કરવા રોબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

ઉપરાંત શહેરના ડ્રેનેજ નેટવર્ક, રોડ નેટવર્ક અને પીવાના પાણીના નેટવર્કને પ્રધાન્ય આપી,નાગરિકોની રજૂઆતનો નિકાલ કરી માળખાગત સુવિધા મળી રહે તે દિશામાં કામગીરી ઝડપથી ક૨વા સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

ઉપરોકત ડેનેજ, કેચપીટ, વરસાદી ચેનલ, કાંસ સફાઈ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેન હોલ તેમજ પેચવર્ક વગેરે કામગીરી આગામી ૧૦ દિવસમાં પૂર્ણ થાય તે મુજબનું આયોજન કરવામાં આવશે.

સદર બેઠકમાં માનનીય ડે. મ્યુનિસિપલ કમિશનરશ્રી ગંગાસિંધ, માનનીય ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી વી.એમ.રાજપૂત તેમજ એન્જીનિયરીંગ વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Related posts

વડોદરામાં મદ્રેસા બનવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું

admin

વડોદરામાં પી.સી.બી.ની મોટી કાર્યવાહી : દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઈ

admin

કોર્પોરેશનમાં ફૂડ સેફટી ઓફિસરોની હાલ ઘટ

admin

Leave a Comment