જય રત્ન ચાર રસ્તા પર પાસે ભર ઉનાળે ભૂવો પડ્યો આ સ્થળે પાંચમી વખત ભૂવો પડતા પાલિકા ના અધિકારીઓ ની કામગીરી પર ઉઠ્યા સવાલો.
વડોદરા શહેર સ્માર્ટ સિટી ના બદલે ભુવા નગરી ઓળખાય તો નવાઈ નહી કારણ કે વડોદરા શહેરમાં ભર ઉનાળે અવર નવર ભુવા પડવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર જય રત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા આઠ મહિના માં પાંચમો ભૂવો પડતા તંત્ર ની કામગીરી પર વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસ ના નગર સેવક બાળુ સુર્વે દ્વારા સવાલો ઉઠાવ્યા ગત સમયે આજ જગ્યા એ ૨૦થી ૨૫ ફૂટ નો ભુવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામ ની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્રારા હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરતા આજ વિસ્તારમાં ફરી પાંચ ફૂટનો ભુવો પડતા કામગીરી પર ઉઠાવ્યા સવાલો વડોદરા શહેર ઇલેક્શન નંબર ૧૩ ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને આ ભુવાની વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનને પણ રજૂઆત કરવામાં આવશે.

