Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં જમાઈએ સસરા પર કર્યો હુમલો, CCTV ફૂટેજ સામે આવ્યા

વડોદરામાં જમાઈ દ્વારા સસરા પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાન્હા ગ્રુપના પાર્ટનર ધવલ ઠક્કરે પોતાના સસરા જગદીશ ઠક્કર પર ફટકાઓ કરીને હુમલો કર્યો અને પછી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.

આ ઘટના સંબંધિત CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાની ઘટના સ્પષ્ટ રીતે કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર, ધવલ ઠક્કર અને તેની પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો અને દીકરી પતિના ઘરમાં પરત ન જતાં ધવલ ઠક્કરે બદલો લેવા પોતાના સસરા પર હુમલો કર્યો હતો.

ઇજાગ્રસ્ત જગદીશ ઠક્કરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

નિવૃત પોલીસ કર્મચારી દ્વારા અમદાવાદ બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ

admin

ડભોઇ મિયાગામ કરજણ રેલવે લાઇનનો ભવ્ય પ્રારંભ

admin

પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારે વડોદરાના હરણી સ્થિત મોટનાથ મહાદેવના મંદિરે ભક્તોની ભીડ

admin

Leave a Comment