Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

AXIS, BOB અને SBI બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોની પડતર પ્રશ્નોને લઈને રજૂઆત

હિંદ મજદૂર સભા ગુજરાત ના નેજા હેઠળ AXIS, BOB અને SBI બેંક માં કોન્ટ્રાક્ટ માં કામ કરતા કામદારો ના પડતર પ્રશ્નોની રજૂઆત સાથે પ્લે કાર્ડ બેનર સાથે પગપાળા રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

હિન્દ મજદૂર સભા ગુજરાત સાથે જોડાયેલ વડોદરા મજદૂર સભા ના યુનિયન ના હોદ્દેદારો અને AXIS ,BOB અને SBI બેંક માં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં છતાં , હાલ સુધીમાં કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેથી
હિંદ મજદૂરસભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવાર, સંજય પવાર, દિપક સોલંકી સહિત ના હોદ્દો સાથે ડૉ. બાબાસાહેબ અંબેડકર. સર્કલથી કલેકટર કચેરી સુધી સૂત્રોચાર પ્લે કાર્ડ બેનર સાથે પગપાળા રેલી યોજી .
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નિવાસી કલેક્ટરને પ્રધાનમંત્રી ને સંબોધતા કલેક્ટર ના માધ્યમથી થી લેખિત આવેદનપત્ર પ્રધાન મંત્રી, ગવર્નર રિઝર્વ બેંક, લાબેર મિનિસ્ટર અને મુખ્ય લેબર કમિશનર ને મોકલવા માં આપવામાં આવ્યો હતો. જેમાં કામદાર કાયદાનુંકોન્ટ્રાક્ટરઓ દ્વારા ખૂલે આમ ઉલઘન થઈ રાહીયું છે છતાં બેંક ના અધિકારી કોઈ પણ કાર્યવાહી નથી કરી રહ્યા જેમ કે લઘુતમ વેતન નથી આપતા,વધારા નું કામ નું વળતર નથી મળતું,કોઈ હક્ક રાજા નથી મળતી,પૂરતું બોનસ નથી અપાતું,રજાના દિવસો માં કામ કરાવે, પગાર સ્લીપ નથી આપતા,કોઈ પણ કરણ વગર કામદાર ના પગાર માંથી કપાત કરવા માં આવે છે વગેરે ઘણી સમસ્યા પ્રત્યે કોઈ કાર્યવાહી નથી થતી. જેથી આ બાબત સરકાર ને જાણ કરી જાગૃત કરવા આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ જોડાયા હતા. અને જો આગામી દિવસોમાં કરેલ છે અને જો 9.6.25 પહેલાકોઈ કાર્યવાહી નહીં કરવા માં આવે તો કામદાર હડતાલ પર જશે તેવી ચીમકી હિંદ મજુર સભા ગુજરાતના મહામંત્રી સંતોષ પવારે આપી હતી. તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટર અને બેંક ની રહશે.

Related posts

ડભોઈના રાણાવાસમાં શેરી ગરબાની પરંપરા પણ જીવંત.

admin

ડિસેમ્બર 2025માં યોજનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી મતદાન ઇવીએમને બદલે બેલેટે પેપરથી કરવામાં આવે

admin

ગોડાઉન પર દારૂના કટીંગ સમયે જ PCB કર્યું હલ્લા બોલ હરીયાણામાં એક્સાઇઝના ગુનામાં વોન્ટેડ બુટલેગર નીલુ સિંધી ઝડપાયો

admin

Leave a Comment