હાલની પરિસ્થિતિ મુજબ આ સમયમાં દીકરીઓને સ્વરક્ષણ ખુબ જરૂરી છે આ બાબતને દયાને રાખી રાજકોટ sag કોમ્પ્લેસ ખાતે ટેકનોફાઈટ મટીરીયલ્સ આર્ટ્સ ક્લબ રાજકોટ ના સંચાલક રોબિન કાંસુદ્રા એની તેની ટીમ દ્વારા ખાસ કરીને દિકરી ઓ માટે આ તાલીમ નુ આયોજન કરવામા આવ્યુ હતું.આ સંસ્થા દ્વવારા હાલ રાજકોટમાં અન્ય ઘણી બધી પ્રવુતિ કરવામાં આવે છે. જેમાં નાના બાળકોથી લઇ દીકરીઓ પણ તાલીમ લઇ રહી છે. આ સેન્સાઇ ટેક્નોફાઇટ મટીરીલ્સ આર્ટ્સ ક્લબમાં બહોળી સઁખ્યામાં બાળકો, યુવાનો, યુવતીઓ, હાલ તાલીમ લઇ રહ્યા છે. અને આ સંસ્થા ની 15 શાખાઓ રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત છે.આ સંસ્થાનો મુખ્ય આશય હાલ જે સમાજમાં બનતા અઘટિત બનાવોને પહોંચી વળવા અને સ્વરક્ષણ મેળવવા યુવાનો, યુવતીઓ અને બાળકોને તાલીમ આપી તૈયાર કરવાનું છે આગામી ત્રણ દિવસ માટે દીકરીઓ માટે આ સંસ્થા તરફથી વિના મૂલ્ય તાલીમ આપવામાં આવી હતી તેવું સંસ્થાના સંચાલક રોબિન કાંસુદ્રા દ્વવારા જણાવવામાં આવ્યું છે બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

