Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર આર્ય સમાજ મંદિરે વિનામૂલ્યે સેવા યજ્ઞ પૂર્ણ

રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તથા આર્યસમાજ મંદિર દ્વારા વિના મૂલ્યે યૉજાતા નૅત્રયજ્ઞ મા અતીથી વિશેષ તરીકે ઉપસ્થિત પી.ટી.વૈષ્ણવૅ દીપ પ્રાગટ્ય કરતા કહ્યું કે દર મહિને વિનામૂલ્યે યોજાતા સેવા યજ્ઞમાં દર્દી દેવો ભવઃ ની ભાવના સાથે યોજાતા વિના મૂલ્યે નેત્ર યજ્ઞમાં લાભાર્થીઓ નૅ ખરેખર જરૂરિયાત મંદને પુનઃ મોતિયાના ઓપરેશન બાદ દ્રષ્ટિ મળે છે તેવા કાર્યમાં હું સહભાગી થયો તે ખરેખર મારા માટે વંદનીય કાર્ય છે , સેવાના ભાવ સાથે જોડાઈને આરોગ્ય લક્ષી સેવા વિનામૂલ્યે સેવારત્ત સંસ્થાના પ્રચાર કાર્યમાં જોડાઈને આંગળી ચીંધવાનું પુણ્ય પ્રાપ્ત કરીએ . અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ A1 171 માં યાંત્રિક ખામી સર્જાતા પ્રવાશી આત્માઓ , અને દેશનું ભવિષ્ય એવા અભ્યાસિ ડોક્ટર શ્રીઑ ના અવસાન બાદ તેમજ વિસાવદરના ખેડૂત અગ્રણી શ્રી સ્વ. જેઠાબાપા વાઘેલા કૅ જૅઑઍ 100 વર્ષ નું આયુષ્ય પૂર્ણ કર્યું , તેમજ વિસાવદર જૈન સંઘના અગ્રણી એવા સ્વ. મુકુંદભાઈ ગાંઠાણી ના ધર્મ પત્ની સ્વ. સરલાબેન ગાઠાણીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પરમાત્માને પ્રાર્થના કરેલ કે દિવંગત આત્માઓને ચિર શાંતિ આપજૅ અને તારા ચરણમાં સ્થાન આપજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી મણીભાઈ રીબડીયાએ કહ્યું કે સિનિયર સિટીઝનને મોતિયો , વેલ , પરવાળા વગેરે આંખને લગતી બીમારી થાય છે અને તેના માટે યોગ્ય સમયે સારવાર સૅવા વિના મૂલ્યે નેત્રયજ્ઞનું કાર્ય થાય છે તે બદલ દરેક સેવાયજ્ઞમાં જોડાતા સ્વયંસેવકોને બિરદાવેલ હતા , આ તકૅ ખાસ ઉપસ્થિત શ્રી કનુભાઈ વાઘેલા અને હસુભાઈ વાઘેલા દિવંગતોની સ્મૃતિમાં દર્દી નારાયણ ને પૂર્ણ ભોજન કરાવેલ હતું આ કેમ્પમાં કુલ 128 દર્દીઓની ઑ .પી. ડી. થયેલ અને 56 દર્દીઓને ફૅકો મશીનથી ફોલડેબલ નેત્રમણી , કાળા ચશ્મા , દવા અને ભોજનની સેવા આપૅલ હતી કેમ્પને સફળ બનાવવા માટે ગીતાબેન સુખડિયા માલાબેન ગાઠાણી , પ્રજ્ઞાબેન વીરડીયા ,જેરામભાઈ સંઘાણી , મધુભાઈ વાછાણી , કિશોરભાઈ રીબડીયા , હિતેશભાઈ ગાઠાણી પ્રવીણભાઈ ચૌહાણ, કરસનભાઈ ચૉંડીગળા , ભોલેનાથ જીતુ પરી , છગનભાઈ માલવિયા, મણીભાઈ ડૉબરીયા ,કીશૉરભાઈ રીબડીયા , ડોક્ટર જગદીશ બાપુ નિમાવત વગેરે એ સેવા આપેલ હતી તેમ રવિભાઈ વિઠલાણી ની યાદી જણાવી છે. રિપોર્ટર લલિત ચાવડા તાલાળા

Related posts

વિસાવદરમાં મેઘરાજાની મહેર સર્વત્ર વરસાદી માહોલ

admin

વિસાવદર વિધાનસભા 87 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલીયાના સમર્થનમાં બિલખા ગામે થયું સભાનું આયોજન

admin

વિસાવદર બી.આર.સી. ભવન ખાતે રિસોર્સ રૂમના દિવ્યાંગ બાળકો દ્વારા રાસોત્સવ સંપન્ન.

admin

Leave a Comment