વડોદરાના માંજલપુર વિસ્તારમાં અવધૂત નાકા પાસે રાત્રે બની રહેલ ગણેશજીની પ્રતિમાની તોડફોડ મામલે ફરિયાદ બાદ પોલીસે સઘન તાપસ કરતા મૂર્તિની તોડફોડનો ભેદ ખોલ્યો હતો,વાયર મુકવાની ના પાડવાની નજીવી બાબતે અદાવત રાખી શ્રીજીની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે,પોલીસે આ મામલે અક્ષય માલિની અટકાયત કરી પુછપરછ કરતા ભેદ ખુલ્યો હતો,અક્ષય અને ધવલ ઠાકોર બે દિવસ પૂર્વે મૂર્તિ જ્યાં બની રહી છે તે પંડાલમાં વાયરો મુકવા આવ્યા હતા આ વાયરો પર ડાય મુકવાની સંચાલકે ના પાડી હતી અને તેની અદાવત રાખીને તોડફોડ કરી હોવાનું પ્રેસ કોન્ફ્રન્સમાં ACP પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું.પોલીસનું અનુમાન છે કે,આ વાયરો પણ ચોરીના હોઈ શકે છે.

