પૂર્વાંચલ લોકહિત મંડળ વડોદરા દ્વારા મહા રક્તદાન શિબિર કેમ્પ આગામી ૧૫ ઓગસ્ટ ના રોજ રક્તદાન શિબિર કેમ્પ ને લઈ પત્રકાર પરિષદ યોજાઈ…
પૂર્વાંચલ લોકહિત મંડળ વડોદરા દ્વારા છેલ્લા ૧૫ વર્ષ થી રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ વ્રજવેણુ કોમ્પ્લેક્સ, સ્વામી નારાયણ ગુરુકુળ સામે, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતે સવારે 8 થી સાંજ ના 5 કલાક સુધી રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે સાથે ગત વર્ષે ૫૫૦ જેટલા રક્તદાન યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે 1000 થી વધુ રક્તદાન unit એકત્રિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સાથે વડોદરા શહેરના તમામ યુવાનો અને મહિલાઓને રક્તદાન શિબિર કેમ્પમાં રક્તદાન કરવા આમંત્રણ પાઠવવામાં આવે છે સાથે રક્તદાન કરવાથી ત્રણ જીંદગી બચાવી શકાય છે પૂર્વાંચલ લોકહિત મંડળ વડોદરા દ્વારા રક્તદાન શિબિર કેમ્પને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વાંચલ લોકહિત મંડળ વડોદરા ના પ્રમુખ, મહા સચિવ, મહામંત્રી સાથે તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આગામી રક્તદાન શિબિર કેમ્પ ને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો

