પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ શાખાએ દબાણો દૂર કર્યા
વધુ પડતા ટ્રાફિકના કારણે દબાણો હટાવાયા હોય તેવી માહિતી પ્રાપ્ત
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષો થી ફૂટપાથ અને રસ્તાઓ પર નાના મોટા દબાણો ઉભા થયા હતા. જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો. દુકાનદારો દ્વારા રસ્તા પર માલસામાન મૂકી દેવામાં આવતા ફૂટપાથ પર ચાલતા લોકો માટે જગ્યા જ ન રહેતી. નગરપ્રશાસન દ્વારા ખાસ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગેરકાયદેસર શેડ, ટેમ્પરરી બાંધકામ તથા ફૂટપાથ પર પડેલા સામાન હટાવી દીધા. આ કાર્યવાહી દરમિયાન પોલીસ દળ પણ તૈનાત કરવામાં આવ્યું હતું જેથી કોઈ અણધાર્યો બનાવ ન બને.

