31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

વડોદરા શહેર હેલ્મેટ પહેરવું ફરજીયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી

15 સપ્ટેમ્બરથી વડોદરા શહેર- જીલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજીયાત થશે. આ ફરજીયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે. ખુદ સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા ગણેશ મહોત્સવ સમયે આ હેલ્મેટના ઉપયોગ માટે જાગૃતતા ફેલાવતો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. કાયદો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. તેમ નથી… કાયદો તો વર્ષોથી અમલમાં છે. પણ પોલીસ 15 સપ્ટેમ્બરથી તેનું પાલન વડોદરામાં કરાવશે. અન્ય મહાનગરોમાં કડક કાર્યવાહી તો શરુ પણ થઇ ગઈ છે. જોકે વડોદરા શહેર પોલીસ 15 સપ્ટેમ્બરની રાહ જોઈ રહી છે.

વડોદરા શહેરના વિવિધ પોલીસ મથકો દ્વારા હાલ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ જવાનો શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર માઈક લઈને 15 સપ્ટેમ્બર માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે. આજે કુંભારવાડા પોલીસ મથક દ્વારા શહેરના સંગમ ચાર રસ્તા પાસે માઈકની મદદથી જાગૃતતા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. જેમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને હેલ્મેટના ઉપયોગ માટે જાગૃત કર્યા હતા.

Related posts

admin

VMCના સફાઈ કામદારો અને અન્ય કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા

admin

Online Casinos That Approve PayPal Deposits: A Comprehensive Guide

admin

Leave a Comment