ડભોઈમાં મા ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રૂપ દ્વારા નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓ, માથે તિલક વિના ગરબામાં પ્રવેશ નહીં
ડભોઈ દર્ભાવતી નગરીમાં આગામી નવરાત્રિ પર્વને લઈ આયોજક મંડળ દ્વારા તડામાર તૈયારીનો પ્રારંભ કરાયો છે. ડભોઈ માં ધારાસભ્યનાં પ્રમુખ સ્થાને છેલ્લા પાંચ વર્ષથી માં ગઢભવાની દર્ભાવતી કલ્ચરલ ગૂપ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી એ.પી.એમ.સી.મેદાન ખાતે કરાઈ રહી છે. વર્ષ ૨૦૨૫ની તડામાર તૈયારી શરૂ કરાઇ છે.
દર્ભાવતી નગરીનાં ગરબા મહોત્સવનો ચાર્મ આ વર્ષે અલગ જ હશે. ડભોઈ દર્ભાવતી ખાતે ધારાસભ્ય દ્વારા સતત દઠ્ઠા વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે એ.પી.એમ.સી.મેદાન ખાતે તડામાર તૈયારીનો પ્રારંભ થયો હોય ત્યારે ચાલુ વર્ષે દેશભક્તિ થીમ સાથે ઓપરેશન સિંદુરનાં સન્માનમાં વિશેષ ડેકોરેશન સાથે ગરબા ગ્રાઉન્ડ અને બેઠક વ્યવસ્થાકરાશે. વિશાળ ગરબા ગ્રાઉન્ડ સાથે પી.એસ.કલાવૃંદનાં પલક સોની અને ગ્રૂપ દ્વારા સંગીત અને ગરબાની રમઝટ બોલાવશે. આગામી ૨૨ સપ્ટેમ્બરથી શરુ થતા માં આદ્યશક્તિનાં નવલા નોરતામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે. ત્યારે સુવિધાને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરાઈ રહ્યું છે. માં ગઢભવાની દર્ભાવતી કલ્ચારલ ગ્રૂપ દ્વારા ગરબા મહોત્સવ-૨૦૨૫નાંઆયોજનને લઈ સતત રાત દિવસ એક કરી કાર્યકરો મેદાન ખાતે હાજર રહી આયોજન કરી રહ્યા છે. આ વર્ષે યુવકોને તિલક લગાવી અને ટ્રેડિશનલ વસ્ત્ર પહેરીને જ આવવું તેવો આગ્રહ રખાયો છે. ચાલુ વર્ષે નવરાત્રી મહોત્સવ 11દિવસ હોય ખેલૈયો સુંદર રીતે ભાગ લઈ શકે તેવું આયોજન આયોજક મંડળ દ્વારા પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મેહતાની આગેવાનીમાં કરાઈ રહ્યું છે.

