ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામ પાસે આવેલા હિન્દુ ગુરુકુલ લકુલીસ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન તેમજ શસ્ત્ર કલા નિર્દેશન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કાયાવરોહણ સ્થિત લકુલીશ સનાતન હિંદુ ગુરુકુળ ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રો, અને શ્વાનોનું વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો, અશ્વ નું પૂજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો સામેલ થયા હતા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પંચમહાલ વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સહિત શસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા ગુરુકુળ ના વિકાસ માટે 50 લાખ રૂપિયા તેમજ સોલર પ્લાન્ટ માટે 10લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે એવી જાહેરાત કરવામાં આવી હતી
આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ સહિતનીવિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ટ્રસ્ટીગન ઉપસ્થિત રહ્યા હતા
ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર અને શસ્ત્ર બંને શીખવું જરૂરી છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે ઘોડે સવારી પ્રશિક્ષણ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું

