Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકા સેવાસદન ખાતે રવિ પાકના સર્વે માટે બેઠક યોજાઇ

કમોસમી વરસાદના કારણે થયેલ રવી પાક ની ખેતીમાં ખેડૂતોને થયેલનુકશાન ના સરકાર દ્વ્રારા યોગ્ય નુકસાની સર્વે સમયસર હાથ ધરાય અને ખેડૂતો ને વળતર મળે ની સમીક્ષા માટે સ્થાનિક ધારાસભ્ય એ તલાટીઓ ગ્રામસેવકો સાથે બેઠક યોજી

દક્ષિણ અને મધ્ય સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને માથે કુદરતી આફત આવી હોય તેમ ચોમાસા બાદ શિયાળાની ઋતુ ની શરૂઆત માં વરસાદ વરસી રહ્યોછે અને ખેડૂતોના મહામુલા પાક ને વ્યાપક નુકસાન થયુંછે ત્યારે વડોદરા જિલ્લાના 135 વિધાનસભામત વિસ્તાર ના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત ના ધારાસભ્યો એ રાજ્યસરકાર માં મુખ્યમંત્રી નાયબમુખ્યમંત્રી, કૃષિમંત્રી ને પત્રલખી ખેડૂતો ની વિપદા ની ઘડીમાં વ્હારે આવવા કરાયેલી રજુઆત ને પગલે કેબિનેટની બેઠકમાં રવીપાક ની ખેતી ના નુકસાન નો સર્વે કરાવવા અપાયેલ આદેશ ના પગલે સાવલીતાલુકા સેવાસદન ખાતે ધારાસભ્ય કેતન ઇનામદાર ની અધ્યક્ષ સ્થાને અને પ્રાંતઅધિકારી મામલતદાર સહિત ની ઉપસ્થિતી માં જેવો ને પાક નુકસાની ના સર્વે ની જવાબદારી આપેછે એવા સાવલી ડેસર તાલુકા તલાટીઓ અને ગ્રામસેવકો સાથે સમીક્ષાબેઠક યોજાઇહતી અને સરકાર સુધી ઝડપી અને સંપૂર્ણ માહિતી પહોંચે અને ખેડૂતો ને સમયસર સરકાર દ્વ્રારા વળતર ચૂકવાય માટે ઝડપી કામગીરી કરવા સૂચન કરાયું હતું અને ગ્રામીણખેડૂતો ને પોર્ટલ પર અપલોડ માટે પડતી મુશ્કેલી માં સહાય કરવા જણાવ્યુંહતું

Related posts

ટ્રક દ્રારા ટક્કર વાગતા ટેમ્પો ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ જતા ટેમ્પો પલટી ખાઈ ગયો

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલને દુબઈથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પરથી વડોદરાના ઈકો સેલે ઝડપી પાડ્યો

admin

શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા ગુજરાતના વડોદરા ડભોઈમાં 64મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો

admin

Leave a Comment