કાંધી ગામે તા. ૦૧ નવેમ્બર ૨૦૨૫, શનિવારના રોજ ભક્તિભાવ અને આનંદના માહોલમાં ૧૧મો તુલસી વિવાહ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ગામભરના ભક્તજનો, મહેમાનો તથા સંતજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવી હતી.
આ મહોત્સવ બ્રહ્મલિન સંત પ્રકાશગીરી બાપુની કૃપાથી યોજાયો હતો.
શ્રી રામજી મંદિર, કાંધીથી બપોરે ૦૩:૦૦ વાગ્યે જાન પ્રસ્થાન નીકળ્યું અને સાંજે ૦૫:૦૦ વાગ્યે કોળી સમાજની વાડી ખાતે જાન આગમન થયું. વિધિ વિધાનપૂર્વક તુલસીજી અને શાલીગ્રામજીનો વિવાહ યોજાયો.
આ પાવન પ્રસંગે શ્રી હરીભાઈ ભુપતભાઈ ડાભી તથા શ્રી કનુભાઈ ભીખાભાઈ બાંભણીયા તુલસીજી તથા ઠાકોરજીના યજમાન તરીકે સેવા આપી.
વિવાહ વિધિ બાદ ભવ્ય મહા પ્રસાદ તથા આનંદમય દાંડીયા રાસ કાર્યક્રમ યોજાયો, જેમાં ગામના યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગામની સમિતિ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ભક્તોએ આ અવસરને આધ્યાત્મિક ઉત્સવ તરીકે માણ્યો અને તુલસી-શાલીગ્રામના વિવાહ દર્શનથી સૌએ આત્મિક આનંદનો અનુભવ કર્યો

