Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પટેલ વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી નો સ્નેહમિલન સમારોહ યોજાયો

ડભોઇ પટેલ વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી નો સ્નેહમિલન સમારોહ યોજાયો

ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ દર વર્ષ ની જેમ નૂતનવર્ષના અવસર પર આ વર્ષે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના નારા ને સાર્થક કરતા ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા ની અધ્યક્ષતા માં ભવ્ય “સ્નેહમિલન સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી અને પક્ષની સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત છોટાઉદેપુર ના સાંસદ જશુભાઈ રાઠવા,પાલિકા પ્રમુખ બીરેન શાહ,શહેર પ્રમુખ વડોદરા જિલ્લા મહામંત્રી ડો બી જે બ્રહ્મભટ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી સહિત ના ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો સ્નેહ મિલન સમારોહ માં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસ તથા બીટીપી પાર્ટી ના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કરી ધારાસભ્ય ના હસ્તે ખેસ પહેરી ભાજપ પક્ષમાં જોડાયા હતા. નવા જોડાયેલા કાર્યકર્તાઓને ભાજપ ના આગેવાનો એ ખેસ પહેરાવી સ્વાગત કર્યું અને પક્ષના સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો.ડભોઇમાં ભાજપના વધતા પ્રભાવ અને વિકાસમુખી નીતિઓને કારણે અન્ય પક્ષોના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.તેમ ધારાસભ્ય એ જણાવ્યું હતું.સાથે સાથે સ્નેહ સંમેલન માં ઉપસ્થિત તમામ કાર્યકરો ને આવનારું વર્ષ સુખમય, આરોગ્ય મય અને ફળદાયી નીવડે તેવી શુભેચ્છા આપી હતી.

Related posts

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક મિત્રના ઘરમાં ઘૂસીને ₹12 લાખ રોકડા અને સોનાના દાગીના ચોરી.

admin

સન્ડે ઓન સાયકલ થીમ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

admin

ડભોઇ તાલુકો નાબાણજ ગામ પાસેથી ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું

admin

Leave a Comment