મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિવિલ વર્કને કારણે વડોદરાના જેતલપુર રેલવે ઓવરબ્રિજને આજથી સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. ગર્ડર લોન્ચિંગના કામને ધ્યાનમાં રાખીને હાલ તો આગામી 29 નવેમ્બર 2025 સુધી બ્રિજ તથા નીચેનો રેલવે અંડરપાસ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે.બ્રિજ બંધ રહેતા આજે સવારના સમયે અનેક વાહનચાલકો અટવાયા હતા અને બીજા માર્ગ પથી જવાની ફરજ પડી હતી.જોકે જેતલપુર બ્રિજ બંધ કરવામાં આવતા વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યા છે.
વૈકલ્પિક માર્ગ :- ચકલી સર્કલથી વલ્લભચોક સર્કલ થઈ જેતલપુર બ્રિજ થઈ સૂર્ય પેલેસ ચાર રસ્તા થઈ ભીમનાથ નાકા તરફ અવરજવર.અલકાપુરી રેલવે ગરનાળા અંડરપાસ તેમજ અકોટા-દાંડિયા બજાર બ્રિજ થઈ જે તરફ જવું હોય તે તરફ.

