41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ગોલ્ડન બ્રિજ નજીક હાઈવે પર પાંચ લાખનો દારૂ ભરેલો ટેમ્પો મુકી ચાલક ફરાર

હાઈવે પર પાંચ લાખનો દારૂ ભરેલો ટેમ્પો મુકી ચાલક ફરાર – હરણી પોલીસ દ્વારા કુલ ₹9.59 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા શહેર નજીક ગેરકાયદે દારૂ હેરાફેરીનો વધુ એક કેસ સામે આવ્યો છે. ગોલ્ડન બ્રિજ નજીક હાઈવે પર હરણી પોલીસને રોકવાનો પ્રયાસ નિષ્ફળ જતા દારૂથી ભરેલો ટેમ્પો મુકી ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

હરણી પોલીસે ગત રાત્રે હાઈવે પરથી પસાર થતા શંકાસ્પદ આઈશર ટેમ્પાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ ચાલકે વાહન સાઈડમાં ઉભું રાખીને તરત જ સ્થળ પરથી ભાગી જવાનો પ્રયાસ કર્યો. પોલીસ ટેમ્પો સુધી પહોંચે ત્યાં સુધી ચાલક અંધકારમાં ઓઝલ થઈ ગયો હતો.

ટેમ્પાની તપાસ કરતા અંદર પાંચ લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો હતો. દારૂની કિંમત ₹5.08 લાખ જેટલી થાય છે. ટેમ્પો સહિત કુલ ₹9.59 લાખનો મુદ્દામાલ હરણી પોલીસે કબજે કર્યો છે.

પોલીસે ટેમ્પાના નંબરના આધારે માલિક અને સંડોવાયેલાઓની શોધખોળ શરૂ કરી છે. દારૂ ક્યાંથી આવ્યો અને કોણાને સપ્લાય થવાનો હતો તેની દિશામાં તપાસ ચાલી રહી છે.

Related posts

PM નરેન્દ્ર મોદી વિશે તેમજ તેમને સ્વ માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી મામલે ડભોઇ શહેર તાલુકા મહિલા મોરચાનો વિરોધ

admin

કુંઢેલા પાસે કાર ચાલકે મગરને અડફેટે લીધો, મોઢા પર ઈજા

admin

સાવલીના મહા પ્રભુજી બેઠક પાસે નવનિર્મિત ગોવર્ધન ગૌશાળામાં વસ્તુપૂજન કરાયું

admin

Leave a Comment