શનિ મંદિર પરિવાર દ્વારા માગશર – પોષ અગિયારસના રોજ શનિ મંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. દેશભરમાં બાબા ખાટુ શ્યામના અનેક મંદિર આવેલા છે, જે પૈકી રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને બર્બરીકની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, દ્વાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે, તેઓ કળયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે. આજ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરની નજીક ‘શ્યામ કુંડ’ નામે એક કુંડ આવેલું છે. એવી માન્યતા છે કે, આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવા સાથે પૂણ્યની પ્રાપ્તિ પણ થાય છે. ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં 9 જોડપા એ આ કાર્યકમ માં ભાગ લીધો હતો. ને ભગવાન ખાટુ શ્યામની પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર માં આવતા ભક્તો ને ખાટુ શ્યામના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

