37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોશિનોર

શિનોર તાલુકાના માલપુર ગામના ભયજનક વળાંકો પર ફરી અકસ્માત, સદનસીબે જાનહાની ટળી

શિનોર તાલુકાના સાધલીથી સેગવા જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ માલપુર ગામ પાસે આવેલા બે ભયજનક વળાંકો પર આજે ફરી અકસ્માતોની ઘટના સામે આવી છે. એક વળાંક પર આઇસર વાહન પલટી માર્યું હતું, જ્યારે બીજા વળાંક પર એક ફોર-વ્હીલર કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. સદનસીબે બંને અકસ્માતોમાં કોઈ જાનહાની થવા પામી નથી. ગ્રામજનોએ જણાવ્યું કે માલપુર ગામના આ બંને વળાંકો પર વારંવાર અકસ્માતો સર્જાય છે. વળાંકો અત્યંત જોખમી હોવાના કારણે વાહનચાલકો માટે આ માર્ગ જોખમરૂપ બન્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગ સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવા તંત્રને માંગણી કરી છે.

Related posts

વડોદરાના હાથીખાના માર્કેટમાં આવેલી મસાલાની દુકાનમાં આગ લાગી

admin

વડોદરામાં માંજલપુર આધ્યાત્મિક સંકુલ ખાતે યોજાયો નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ

admin

વડોદરા યુનિટની એઝિક્યુટિવ કમિટી માટેની ચૂંટણી પ્રક્રિયા સફળતા પૂર્વક પૂર્ણ થઈ.

admin

Leave a Comment