Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રણોલીમાં ઓવરલોડેડ ટ્રકોનો આતંક: રસ્તા પર મીઠું છલકાતા અકસ્માતોની વણઝાર, RTOની કામગીરી પર સવાલો

વડોદરા જિલ્લાના રણોલી વિસ્તારમાં GACL પ્લાન્ટ તરફ જતા રસ્તાઓ પર ઓવરલોડેડ મીઠાના ટ્રકો હવે જાહેર સુરક્ષા માટે ગંભીર ખતરો બની રહ્યા છે. ટ્રકોમાંથી સતત છલકાતા મીઠાના કારણે રસ્તા લપસણાં બની જતાં બે-વ્હીલર ચાલકો લપસી પડવાના બનાવો વધી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, મીઠું રસ્તા પર પડે તે કારણે રોજબરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છતાં અત્યાર સુધી કોઈ કાયમી પગલા ન લેવાતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે RTO દ્વારા ચેકિંગ થાય ત્યારે આ ઓવરલોડેડ ટ્રકો અચાનક ગાયબ થઈ જાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં આ જ વાહનો ધડાધડ દોડતા જોવા મળે છે. જેના કારણે RTO, કંપની અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે ગોઠવણની શંકા ઉઠી રહી છે.

Related posts

સક્રિય રાજકારણનો મુખ્ય દ્વાર ગણાતી એવી વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાકીના અઢી વર્ષ માટે અધ્યક્ષ ઉપધ્યક્ષની વરણી કરવામાં આવી

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા 2025 અંતર્ગત એક પેડ માં કે નામ 2.0 વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

admin

વડોદરાના હેનીલ સોનિ સર્જ્યો વિશ્વ વિક્રમ… ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેણે પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કરાવ્યું

admin

Leave a Comment