33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા દાહોદની ગેંગના 3 આરોપી ઝડપી 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

વડોદરા શહેરમાં રાત્રિના સમયે બંધ મકानोंને નિશાન બનાવીને ચોરી કરતા દાહોદ જિલ્લા મૂળની ગેંગના ત્રણ આરોપીઓને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બનેલા કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ખુલાસો થયો છે. સાથે જ પોલીસએ ₹16.01 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસ હવે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં વધતી રાત્રિચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન દાહોદના રીઢા આરોપી તથા વડોદરામાં વસતા કેટલાક શખ્સો પર શંકા ગાઢ બની હતી.

અંગત બાતમીદારો પાસેથી ચોક્કસ માહિતી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિનગર બ્રિજ નીચે ઓપરેશન ચલાવ્યું. ત્યાં એક ઓટોરિક્ષા અને બાઇક સાથે ઊભેલા ત્રણ શખ્સો પર કોર્ડન કરી તેમને કાબૂમાં લેવામાં આવ્યા.

પકડાયેલા આરોપીઓની ઓળખ નીચે મુજબ થઈ છે :

  • જયંતિભાઇ રમેશભાઇ મંડોર
  • વિશાલભાઇ માધુભાઇ ડામોર
  • રાજેશભાઇ રમેશભાઇ નીનામા

ત્રણે મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વતની છે અને થોડા સમયથી વડોદરા શહેરમાં રહેતા હતા.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી કે તેઓ દાહોદના અન્ય રીઢા આરોપીઓ સાથે મળી પહેલા વિસ્તારની રેકી કરતા અને CCTV તથા બંધ મકાનોની ખાતરી કરીને મોડી રાત્રે ઓટોરિક્ષા અથવા બાઇક પર આવી ચોરીને અંજામ આપતા. ચોરાયેલા સોના-ચાંદીના દાગીના દાહોદમાં વેચી દેતાં હતાં.

પોલીસે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કર્યો છે તેમાં સામેલ છે :

  • 2 સોનાની રીંગ
  • 2 ચાંદીની રીંગ
  • એક ઓટોરિક્ષા
  • એક મોટરસાઇકલ
  • 3 મોબાઇલ ફોન
    કુલ મૂલ્ય : ₹16,01,118

આ કાર્યવાહીથી ગોત્રી, અટલાદરા અને અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે હવે અન્ય સંડોવણી અને દાહોદના રીસિવરોને લઈને વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

MSU કોમર્સ ફેકલ્ટીની એન્ટ્રન્સ પરીક્ષા સામે NSUIનો 24 કલાકનો અલ્ટીમેટમ

admin

વડોદરાના રાવપુરા વિધાનસભાના મુખ્ય ધંધુક બાળ કૃષ્ણ શુક્લા દ્વારા એક કરોડથી વધુ ઉપરાંતના કામોના ખાધ મુરત કરવાનો આયોજન

admin

યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલને નવી તબીબી ઉપકરણોનું દાન કરવામાં આવ્યું…

admin

Leave a Comment