ડભોઇ તાલુકાના થરવાસા થી મોટા હબીપુરા સુધીના ખેતરોમાં લગાવેલા વીજ થાંભલા નમી ગયા છે જેના કારણે ખેડૂતોને વારંવાર વીત પુરવઠો ખોલવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ ખેડૂતોને શિયાળો પાક લેવાનો હોય અને વારંવાર લાઈટો જતા અને તમામ થાંભલાઓ નમી ગયા છે ગમે ત્યારે પડી જાય તો મોટી કોઈ જાનહાની થાય તેના પહેલા mgvcl ના અધિકારીઓ જાગે અને થામલા રીપેરીંગ કરવામાં આવે ને કેટલાક થાંભલા નમી ગયેલા ને ટેકા મુકવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે
એમજીવીસીએલના અધિકારીઓ વારંવાર રજૂઆત કરવા છતાં પણ ખેડૂતોનું સાંભળતા નથી વહેલી તકે તંત્ર જાગે અને જોખમી વિચ થાંભલાઓને સરખા કરવામાં આવે અને તૂટી ગયેલા થમલાઓને નવા નાખવામાં આવે તેવી હાલ ખેડૂતોની માંગ ઉઠવા પામી છે

