43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન : ૩૦૦થી વધુ મહિલાઓએ મેળવ્યો લાભ

વડોદરા: શહેરની અગ્રણી સામાજિક સંસ્થા લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને ભવ્ય ‘મેગા મેડિકલ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોહાણા સમાજની તેમજ શહેરની ૩૦૦થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શનનો લાભ મેળવ્યો.

આ મેડિકલ કેમ્પમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની મેડિકલ ટીમ સાથે શહેરના જાણીતા ખાનગી ડોક્ટરોએ પણ નિઃસ્વાર્થ સેવા આપી હતી. કેમ્પ દરમિયાન મહિલાઓની વિવિધ હેલ્થ ચેકઅપ સુવિધાઓ, સ્ક્રીનિંગ, કાઉન્સેલિંગ અને રિપોર્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ આયોજનને સફળ બનાવવા લોહાણા સમાજના દાતાઓ, અગ્રણીઓ અને મહિલા મંડળની કારોબારી સમિતિના સભ્યો દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો. મહિલાઓના મોટા પ્રમાણમાં પ્રતિસાદને કારણે સમગ્ર સમાજ અને લાભાર્થીઓએ મહિલા મંડળની આ પહેલને વખાણી હતી.

લોહાણા ઉત્કર્ષ મહિલા મંડળે જણાવ્યું કે મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સ્વાસ્થ્ય તપાસ સૌ માટે સુલભ બને તે હેતુથી આવાં મેડિકલ કેમ્પો ભવિષ્યમાં પણ નિયમિત રૂપે યોજવા માટે મંડળ પ્રતિબદ્ધ છે.

Related posts

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરનારા આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ …

admin

શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તથા વિનામુલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

admin

મધ્યપ્રદેશ થી અફીણ લઇને વડોદરા ડિલીવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા

admin

Leave a Comment